અમે જોઈ છે
અમે જોઈ છે
નદીને વહેતી આજ અમે જોઈ છે,
સદીની વહેતી લાજ અમે જોઈ છે !
પ્રેમને નિરવ શાંતિ ક્યાંય મળે છેે ?
હૈયાની હોળીઓ રાજ અમે જોઈ છેે !
કંંઈક ખખડે તો સૂર માની લઈ,
મૌન બનેલી આ સાજ અમે જોઈ છે !
લેેેેબાસ એના કિનખાબી ઘણાં હતાં,
બટન વિનાની ગાજ અમેે જોઈ છે !
વાસણ વાપર્યા જ નથી એમાં પણ
કારણ વિનાની દાજ અમે જોઈ છે !
નથી કોઈ પ્રવૃૃત માણસ "મારૂતિ"
'ને વદન પર નાજ અમે જોઈ છે !
