કાન કાળાને
કાન કાળાને
કોઈ ભાવતાં ભોજન બનાવો,
કાન કાળાને પ્રેમથી મનાવો,
શ્રાવણ વદ આઠમી આવી,
સૌમાં આનંદ ઉલ્લાસ લાવી,
પારણીયામાં લાલને ઝુકાવો,
કાન કાળાને પ્રેમથી મનાવો,
ચાલો ચોકે ચોકે માંડવા નંખાવો,
ધ્વજા પતાકાથી શણગારી લાવો,
જયજયકાર જયજયકાર ગાઓ,
કાન કાળાનેે પ્રેમથી મનાવો,
કોઈ ભાવતાં ભોજન બનાવો,
કાન કાળાને પ્રેમથી મનાવો.
