ભલે પલળે ચોમાસું !
ભલે પલળે ચોમાસું !
1 min
17
સાગરના જલ પે'લા આભે ગયાં,
ને પછી અંબરથી જલ વરસ્યા.
બોલ તો ય અમે કોરા ને કરો રહ્યાં !
પે'લા ધરતી તપી પછી વાયું તપ્યા,
પછી ઝાંઝવાના જલ દૂર દેખાયાં.
ને પછી અંબરથી જલ વરસ્યાં,
પલળે કો એકલાં વળી કો સાથે,
કોઈ છાલક ઉડાડે છે હાથે.
અડોઅડ ચાલવાના દિન આવ્યાં,
ને પછી અંબરથી જલ વરસ્યા,
કાઈ કાયા પલળે 'ને કોઈ માયા !
હવે ગયાં છે ચાલવાના છાયાં.
ક્યાંક ગોઠણ ડૂબે તો ક્યાંક પાની,
પલળવા "મારૂતિ" દિન આવ્યા,
સાગરના જલ પે'લા આભે ગયાં,
ને પછી અંબરથી જલ વરસ્યાં.
