સ્વતંત્ર હિંદ જય હિંદ
સ્વતંત્ર હિંદ જય હિંદ
ફરકે ફરકે તિરંગો મારા ગામમાં રે...
લલકારે સૌ જયહિંદ તણાં નાદમાં રે..ફરકે..
હતી ગુલામી ત્યારે મસ્તક નત કર્યા,
મળી આઝાદી પછી શિર ઉન્નત કર્યા,
ખુશી મનાવો સાને પડો છો વાદભાં રે..ફરકે..
તાત્યાટોપે,લક્ષ્મીબાઈ,મંગલપાંડે કેવ..?
છક્કા છોડાવ્યા અંગ્રેજોના એવાં,
ગદ્દાર હતાં કો જયસિંહ જેવા અપવાદ રે.ફરકે..
સંપ 'તો ને રે'શે સંપ ભારતમાતા કી જય,
ભારતવાસી સહુ પોકારે સ્વતંત્રકી જય,
આવકાર અહીંનો કાયમ મધુર સાદમાં રે..ફરકે...
ટૌકે કોયલ,મોર,બપૈયા વન વગડે આજ,
બાપુ,સરદાર,નહેરૂજી પર સૌને છે નાઝ,
કરો "મારૂતિ" એક ભારતનો નાદ રે..ફરકે...
~~~~~~~ મારૂતિ ~~~~~~~
