STORYMIRROR

Chaitanya Joshi

Classics Drama Fantasy

3  

Chaitanya Joshi

Classics Drama Fantasy

મનાઈ છે

મનાઈ છે

1 min
27.2K


દુઃખનાં પ્રસંગોને વાગોળવાની મનાઈ છે,

સુખનાં પ્રસંગોને ભૂલી જવાની મનાઈ છે,


આમ તો કરી તુલનાં ઉપાધિ નોતરી બેઠા!

મળેલાંને ઓછું ગણી રડવાની મનાઈ છે,


આજનો દિવસ માણી લઈએ મનભરીને,

આવતીકાલની ચિંતા કરવાની મનાઈ છે,


શું ચાલે તમારું પાકતાં કર્મફળ આગળ?

તોયે પુરુષાર્થને ત્યજી બેસવાની મનાઈ છે,


આભાર માનો ઇશનો મનુજ અવતાર છે,

કરી પ્રાર્થના લૌકિક માંગવાની મનાઈ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics