STORYMIRROR

Chaitanya Joshi

Classics Fantasy Inspirational

3  

Chaitanya Joshi

Classics Fantasy Inspirational

હરિ આવજે તું

હરિ આવજે તું

1 min
25.9K


આયખું પૂરું થાય એ પહેલાં હરિ આવજે તું,

આખરે અમે છીએ તારાં મનને સમજાવજે તું,


કર્મ અમારાં લખચોરાશીમાં ભટકાવનારાં હરિ,

તું તારી પ્રભુતા દેખાડી દોષો બધાં ભૂલાવજે તું,


ધરાનિવાસી અમે ષડરિપુ પાશે બંધાયેલાં હરિ,

કરુણાનિધિ કરીને કરુણા અમને ઉગારજે તું,


કિંમત વખતની વહાલા એ ના વિસારજે હરિ,

સમય સાચવી લેજે શ્રીપતિ અમને તારજે તું,


દુઃખની વ્યથા હરિવર તું એમાં સ્તુતિ વિચારજે,

ભક્તવત્સલતા તારી ભયહારી નિભાવજે તું.


Rate this content
Log in

Similar gujarati poem from Classics