STORYMIRROR

Chaitanya Joshi

Classics Drama Inspirational

3  

Chaitanya Joshi

Classics Drama Inspirational

સંદેશો કાનને

સંદેશો કાનને

1 min
27.4K


રાધાએ મોરપીંછ કરગ્રહીને લખ્યો સંદેશો કાનને,

અંતરની આરઝૂ કહીકહીને લખ્યો સંદેશો કાનને,


વાત હતી ઉરનીને કરી ફરિયાદ વાંસળીનાં સૂરની,

રહ્યાં અશ્રુઓ નયને વહીને લખ્યો

સંદેશો કાનને,


ઓલી ગોપીઓને પણ ના ભૂલી વિયોગે ઝૂલી,

વેદનાંઓ ઉરે સહીસહીને લખ્યો સંદેશો કાનને,


પ્રતિક્ષા પળેપળની મૂંઝાવે કાન વિનાં કેમ ફાવે?

સ્નેહ સરિતા વહીવહીને લખ્યો સંદેશો કાનને,


દિલનાં દર્દથી પીગળ્યો જાણે જઈ એને મળ્યો,

કેટલી વાતો રે રહીગઈને લખ્યો સંદેશો કાનને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics