એ ચહેરો
એ ચહેરો
ફૂલ સમો ખિલખિલાટ કરતો એ ચહેરો,
નાજુક નમણો ગુલાબી એ ચહેરો,
બોલી તો જાણે લાગે, એની મિસરી સમી,
નજરોથી નશો છલકાવતો એ ચહેરો,
હોઠ તો જાણે એના સરગમનાં સાત સૂર સમાં લાગે,
દિલના તાર છંછેડી જાય એ મધુશાલા સમો ચહેરો,
ભૂતકાળ બની ગયો, છતાં નથી વિસરાતો એ ચહેરો,
વર્ષોના વહાણા વીત્યા તોયે આજે નજરે તરે છે એ ચહેરો.

