થાક
થાક
નસીબના પાંદડા ને વીણતા, પટકાઈ પડ્યો થાક,
તું મારી સાથે નથી, એ બીકમાં ભાંગી પડ્યો થાક.
લલાટે લખેલ પથ્થરના ઢેફા ભરમાઈ પડ્યો થાક,
હૈયાની લાગણીઓ નીચોવી ને, હારી પડ્યો થાક.
આમ શ્વાસે નિતરતી કઠણાઈ, કરમાઈ પડ્યો થાક,
જન્મથી મરણ સુધીના રસ્તે, વેડફાય પડ્યો થાક,
મારા કરેલા કર્મ બંધનથી રડી પડ્યો થાક.
