STORYMIRROR

Umesh Tamse 'Dhabkar'

Classics

4  

Umesh Tamse 'Dhabkar'

Classics

મક્કમ લખે છે

મક્કમ લખે છે

1 min
274

જિંદગીને કોઇ તો હરદમ લખે છે,

એય સાધારણ નહીં, મોઘમ લખે છે. 


જાતને જાણી શકે સૌથી વધારે,

એટલે તો એ ગઝલ કાયમ લખે છે.


દર્દનાં બહુ ઘૂંટડા પીધા છે એણે,

એ ગમે તે પણ લખે મક્કમ લખે છે.


એ ભલે ના પ્રેમ કરતો હોય સૌને, 

પ્રેમની વાતો છતાં વાલમ લખે છે. 


ઈશ આપે છે વિષય સૌને પ્રણયનો,

હુંપણાંનો લેખ તો આદમ લખે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics