શિયાળાની સાંજ
શિયાળાની સાંજ
કોઈ કહી દો, એમને હવે રાહ ન જોવે
શિયાળાની સાંજે, પીપળા નીચે,
બેસી એકલાં એમજ ન રોવે
ગયો શિયાળો, ને વહી ગઈ શિયાળાની સાંજ
એ અહેસાસને,એ સ્મૃતીને, હવે
તું સપનોની આંખોમાં આંજ
કોઈ કહી દો, એમને હવે ત્યાં યાદ ન કરે
શિયાળાની સાંજે, પીપળા નીચે
કોઈના ચહેરામાં, અમારા પ્રતિબિંબને ન જોવે
કોઈ કહી દો, એમને હવે રાહ ન જોવે
સમજી સમયને,સંભાળે સંબંધને
રાખી સ્મરણમાં અમને, હવે એ પાછા વળે
નહીં ફાવે પાછું એ જ પીપળા નીચેે મળવું
મળીને શિયાળાની સાંજેે અનરાધાર રડવું
પડી ગણાડુબ પ્રેમમાં ને, વિખુંટા પડવું
જાતાં,જાતાં એકબીજાને, અનિમેષ નિહાળવું
દોષ દેવો ભાગ્યને, હવેેેેેે અમને નહીં ફાવે
કોઈ કહી દો, એમને હવે રાહ ન જોવે
બંધાઈ પ્રેમમાં પાળી, ને થયો સંબંધમાંં કિનારો
ને ખળભળી ઉઠ્યો આપણા પ્રેમનો મિનારો
ન ખૂણો કે, ન દિશા કે, ન રહ્યો આરો કે ઓવારો
હતો એ જ ખેલ, લેલા મજનુંનો
હતો આજ, જમાનો જોનારો
નહીં,અહીં કોઈ સત્યનું મુલ
વિખુટા પડ્યાં પછી પાછા,
એમની સાથે રહેવાનું
હવે અમને નહીં ફાવે
કોઈ કહી દો,
એમને હવે રાહ ન જોવે

