STORYMIRROR

Pallavi Oza

Classics Children

3  

Pallavi Oza

Classics Children

બાળક

બાળક

1 min
173

માતાના ઉદરમાં પોષતું બાળક,

જગમાં પહેલું રૂદન કરતું બાળક,

માની છાતીએ વળગતું બાળક,

પિતાના ખોળામાં ખેલતું બાળક.


ઘોડિયામાં હિલોળા લેતું બાળક,

હાલરડાં ગીત સાંભળતું બાળક,

ગોઠણીયા પગલાં ભરતું બાળક,

કાલીઘેલી ભાષા બોલતું બાળક.


દાદાજીની આંગળીએ બાળક,

નાના - મોટા સૌને ગમતું બાળક,

કોઈ સાથે ભેદ ન રાખતું બાળક,

હળીમળીને સાથે રહેતું બાળક,

સદા નવપલ્લવિત રહેતું બાળક.


Rate this content
Log in

Similar gujarati poem from Classics