STORYMIRROR

Sunita Mahajan

Classics Others

3  

Sunita Mahajan

Classics Others

આવોને ખેલીએ હોળી

આવોને ખેલીએ હોળી

1 min
198

ભરો કેસૂડાનો રંગ, આજ જમાવો જંગ;

ભીંજવો અંગ, આવોને ખેલીએ હોળી રંગ.


સામે ઉભો મીરાનો ગિરધારી, ભરી મોટી પિચકારી;

રોજ મારગડે મટકા ફોડે, દાણ લીધા વિના ન છોડે,

ઘરમાં આવીને સૈયર અબીલ, ગુલાલ ઉડાડે.


ભૂલી ગયો એ તો મથુરાથી આવ્યો વાસુદેવ સાથ,

લઈ બેઠો એ ગોવાળીયાની સરદારી,

ભરો કેસૂડાનો રંગ, આજ જમાવો જંગ,

ભીંજવો અંગ,આવોને ખેલીએ હોળી રંગ.


વેણુની ધૂન વગાડતો, દોડી આવે રાધારાણી,

મને ચીડવતો એકલી જાણી, કશું કહેતા નથી એને 

નંદરાણી.

છાંટો અબીલ ગુલાલ, મુકો ઘેરથી કાઢી,

ભરો કેસૂડાનો રંગ, આજ જમાવો જંગ,

ભીંજવો અંગ, આવોને ખેલીએ હોળી રંગ.


જાતા પનઘટ એ ધૂમ મચાવે, સાસુ નણંદી આવી મને ધમકાવે, 

આવીને એ તો સૈયર રંગ ઉડાવે, લાખ ટકાની મારી ચુંદડી ભીંજાવે,

ભરો કેસૂડાનો રંગ, આજ જમાવો જંગ,

ભીંજવો અંગ, આવોને ખેલીએ હોળી રંગ.


માને પોતાને એ ભુપ, ચંદ્ર લાજે એવું એનું રૂપ,

એના મુખડાની મોહિની મોહ પમાડે,

એની મધુરી મુરલીની ધૂન સખી જગાડે,

ભરો કેસૂડાનો રંગ, આજ જમાવો જંગ,

ભીંજવો અંગ, આવોને ખેલીએ હોળી રંગ.


દોડી મુરલી મનહરે, રાધાને લીધી ઘેરી,

હાથ ઝાલીને વરસાવી રંગરેલી,

ભીંજાવ્યા મોંઘા એના ચીર ને ચોળી

રાધાએ પણ લીધી ભરી પિચકારી ઝબોળી


નાચે ગોપને ગોપી તાલી કેરા તાલે,

રાધાએ રંગ્યો છે આજ કાનાને ગુલાલે;

ભરો કેસૂડાનો રંગ, આજ જમાવો જંગ,

ભીંજવો અંગ , આવોને ખેલીએ હોળી રંગ.


Rate this content
Log in

Similar gujarati poem from Classics