કર્ણ
કર્ણ
જન્મતા જ જેને માતા એ તરછોડી દિધો એ કર્ણ છું હું
સારથીના ઘરે ઉછરીને મોટો થયેલો
"સારથી પુત્ર" તરીકે ઓળખાયેલો કર્ણ છું હું
જન્મતા સાથે લઈને જન્મયો "કુંડલ ને કવચ"
એથી નામ પડ્યું કર્ણ, એવો કર્ણ છું હું
સારથી માતાનો પુત્ર ઓળખાયો
"રાધેય" તરીકે હું, કર્ણ છું હું
દુર્યોધનનો પરમ મિત્ર, કર્ણ છું હું...
બનાવ્યો દુર્યોધને જેને અંગપ્રદેશનો રાજા
એ "અંગરાજ" છું, કર્ણ છું હું
"દાનવીર"તરીકે જેણે સૌએ માન આપ્યું
એ "દાનવીર કર્ણ" છું હું
આંખી જીંદગી "
શૂત-પુત્ર" તરીકે
અપમાનનાં ઘૂટડા પીતો રહ્યો એ કર્ણ છું હું
યુધ્ધના આગલા દિવસે ખબર પડી કે કુંતી પુત્ર છું હું
ખબર હતી કે દુર્યોધન ખોટો હતો,
પણ વાત "મિત્રતા" નીભાવવાની હતી, એવો કર્ણ છું હું
ખરા સમયે વિધ્યા ભૂલતા ને રથનું પૈડુ ફસાતા,
હણાયો હું એવો કર્ણ છું હું
"સૂર્ય-પુત્ર" તરીકે જન્મેલો ને જીવ્યો આખી જીંદગી
"શૂત-પૂત્ર" તરીકે એવો કર્ણ છું હું
જન્મતા જ મને છોડવા મજબૂર બનેલી
એ અભાગી માનો અભાગી પુત્ર છું હું, કર્ણ છું હું
દુનીયા જેની વેદના ના જાણી શકી એવો, કર્ણ છું હું