STORYMIRROR

Bhakti Khatri

Classics Children

4  

Bhakti Khatri

Classics Children

બાળપણનું ઘર

બાળપણનું ઘર

1 min
225

બાળપણમાં ભાઈ-બહેનો સાથેની મસ્તી અને ઝઘડો,

હૃદયના કોઈ ખૂણે આજ પણ સચવાયેલી એ યાદો.


સૌ માટે અઘરું છે છોડવું બાળપણ વિત્યું હોય એ ઘર,

દીકરીને તો છોડવું જ રહ્યું પિતાની અટક અને બાળપણનું ઘર.


ક્યારેક રોકટોક અને ક્યારેક આઝાદીથી આપણે રમ્યો રમતાં,

હાર જીત માટે કાયમ લડતા તો પણ અબોલા ના કરતા.


બાળપણ જેવો ના મળે ક્યારેય આનંદ જીવનમાં,

જવાબદારી અને સ્વપ્ન પૂર્ણ કરવામાં વિતે જીવન.  


ઘરમાં નથી માત્ર સિમેન્ટ રેતીથી ચણેલી ચાર દિવાલો,

ઘરમાં છે બાળકો અને મમ્મી પપ્પા વચ્ચે થયેલ સંવાદોનો અવાજ.


બાળપણ વીત્યું એ ઘર છે દુનિયાનું સર્વશ્રેષ્ઠ ઘર,

ના મળે દુનિયામાં ક્યાંય એવું બીજું કોઈ ઘર.


Rate this content
Log in

Similar gujarati poem from Classics