STORYMIRROR

VARSHA PRAJAPATI

Classics Others

4  

VARSHA PRAJAPATI

Classics Others

ચર્ચામાં હતો

ચર્ચામાં હતો

1 min
409

વ્હાલનો આભાસ ચર્ચામાં હતો,

વેદનાનો વ્યાસ ચર્ચામાં હતો


જીવતરનું વસ્ત્ર જ્યાં જીર્ણ થયું,

આપણો પણ શ્વાસ ચર્ચામાં હતો.


લોક હૈયે પ્રેમની વાતો હતી,

આજ તારો રાસ ચર્ચામાં હતો.


આંખ વીંધાયાને તો વરસો થયાં,

દ્રોણનો એ તાસ ચર્ચામાં હતો.


તું વસે નભમાં કે ભીતરમાં કહે,

આજ તો આવાસ ચર્ચામાં હતો.


લાગણીની કેટલી સંભાવના ?

દ્વેષનો અભ્યાસ ચર્ચામાં હતો.


હેતની 'હેલી'બની વરસો ભલે,

આભનો સહવાસ ચર્ચામાં હતો


Rate this content
Log in

Similar gujarati poem from Classics