STORYMIRROR

kusum kundaria

Classics

4  

kusum kundaria

Classics

ચાચરચોકમાં

ચાચરચોકમાં

1 min
353

ગરબાની કેવી રમઝટ જામી સહેલી ચાચરચોકમાં,

શોળ શણગારે પધાર્યાં માડી સહેલી ચાચરચોકમાં,


આભેથી ઊતર્યાં ભોળી ભવાની મા ગરબે ઘુમવા,

તબલાના તાલે આપશું તાળી સહેલી ચાચરચોકમાં,


આરતી ગાઈ ભક્તિભાવે માને બોલાવશું સૌ સાથમાં,

પાવાગઢથી ઊતરશે મહાકાળી સહેલી ચાચરચોકમાં,


ડુંગરે ડુંગરે આજ જોને માના દીવા બળે રે લોલ,

સૌની રક્ષા કરે ચાર ભુજાવાળી સહેલી ચાચરચોકમાં,


નવરાત્રીના નવ-નવ દી માનાં તેજથી થાય ઝાકમઝોળ,

જઈએ સંસારી સંતાપ બાળી સહેલી ચાચરચોકમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Classics