STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Classics Inspirational

4  

Ramesh Patel (Aakashdeep)

Classics Inspirational

ભારત ભોમની ચેતના રામ

ભારત ભોમની ચેતના રામ

1 min
315

ભારત ભોમની ચેતના રામ

પરદુઃખ ભંજક ભ્રાતૃ રામ

રાજા રામ વનવાસી રામ 

ઋષીઓની શ્રધ્ધા તું રામ 


અહલ્યા ને શબરીના રામ 

ધર્મ ઉધ્ધારક તું સીતા-રામ

દાતા રામ ગુણી શાતા રામ 

દીન દુખીયાના બેલીરામ

 

જટાયુ ને સુગ્રીવ મિત્ર જ રામ

દૈવી પથડે દોરે શ્રી રામ

ધનુષ્ય બાણે  શોભે શ્રીરામ 

ધર્મ ઉધ્ધારક રઘુવંશી રામ 


ઉઠતાં રામ સંવરતાં રામ 

જનજન ઉરમાં વસતા જ રામ

અભિમાનીનો અંત જ રામ 

હનુમંત બોલે જય સીયા-રામ 


જીવન મંત્ર વિભિષણ રામ 

રામ સેતુનો રામેશ્વર  રામ

ઋષી વાલ્મીકિએ જાણ્યો એ રામ 

પંચવટીનો મીઠડો રામ


જીવન શ્રધ્ધા જીવન સત્ય 

ભારત ભોમની ચેતના રામ

ભલો રામમારો ભોળો રામ 

અજર અમર પદ દાતા રામ


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics