સમસ્યા
સમસ્યા
જિંદગીની રાહ પર
કે મોતનાં કિનારા પર
મને પ્રભુની મુલાકાત થઈ જાય
જેથી મારી સમસ્યાની ચર્ચા થઈ જાય
ના હું કાલાવાલા કરીશ
ના હું ગળગળો બનીશ
છુપાયો છો ક્યાં તું આવ સામે
સમસ્યાનું સમાધાન તો,થઈ જાય
હે ખુદા ! તે સૌને સમાન બનાવ્યા છે
આવે છે તેવાં જતાં રહે છે માનવ
આ ક્રમ તારો તો બરાબર સમજાય છે
પણ,અહીં આવતાં, ઉંચ - નીચ થઇ જાય છે
હે ! નિરાકાર આવ તુંં આકારમાં
તો તને મારી વેદના મહેસુસ થઈ જાય
ચડીયે હુંં ને તું વિવાદે
મારી ચર્ચા તો સ્પષ્ટ થઈ જાય
છે એક જ આરઝૂં કોઈ મુકામ પર
પ્રભુની મુલાકાત થઈ જાય
મારી સમસ્યાનું સમાધાન થઇ જાય
