Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Classics Inspirational

4.5  

Manishaben Jadav

Classics Inspirational

હે રામ

હે રામ

1 min
321

માતા-પિતાને ઈશ ગણી ઈશ્વર સંગ પુજયા,

માતાની આજ્ઞા ખાતર ચૌદ વર્ષ વનવાસ સહ્યા,

હે રામ ! તુજથી વિશેષ સુંદર જગમાં બીજું હોય શું ?

ભાઈને મળી રાજગાદી એ તમે સહર્ષ સ્વીકાર્યા,

ભાતૃભાવ અકબંધ રાખી પરિવાર તમે છોડ્યા,

હે રામ ! તુજથી વિશેષ સુંદર જગમાં બીજું હોય શું ?

રાવણ મહાબલિ રાક્ષસ સંગ કરી લડાઈ જીત્યા,

પત્નીને માન સન્માન આપવા જંગ તમે જીત્યા,

હે રામ ! તુજથી વિશેષ સુંદર જગમાં બીજું હોય શું ?

હનુમાન, વિભીષણ ને સુગ્રીવ સમાન મિત્ર અનેક,

મિત્રતા ખાતર તમે યુદ્ધ લડી અપાવી મીઠી મહેક,

હે રામ ! તુજથી વિશેષ સુંદર જગમાં બીજું હોય શું ?

ભગવાન હોવા છતાં માનવરૂપે ધર્યો અવતાર,

મર્યાદાના દરેક પાઠ શીખવ્યા બનીને રાહબર,

હે રામ ! તુજથી વિશેષ સુંદર જગમાં બીજું હોય શું ?

Rate this content
Log in

Similar gujarati poem from Classics