STORYMIRROR

Bharat Thacker

Classics Others

4  

Bharat Thacker

Classics Others

ગુજરાતી ભાષાની મીઠાશ

ગુજરાતી ભાષાની મીઠાશ

1 min
599

મૃદુલ છતાં મક્કમ એવી મહાજાતી ગુજરાતી ખાસ છે

ગુજરાતી છે સૌમ્ય, ગુજરાતી ભાષામાં પણ મીઠાશ છે


જતા મહેમાનોને વિદાય આપવાની રીત છે કેવી ન્યારી

‘જતા’ મહેમાનોને પણ ‘આવજો’ કહેવાનું ખાસં ખાસ છે


ખારાને પણ મીઠું કહેવાની રીત તો હશે માત્ર ગુજરાતીમાં જ

‘ખારા’ ને પણ ‘મીઠું’ બનાવીને, કેવો સર્જે મનનીય વિરોધાભાસ છે


‘ભલા માણસ’ એમ કહી ને કેવી છુપી રીતે દર્શાવે છે પોતાનો અણગમો

અણગમામાં પણ છલકે ભલાઈનો સમાસ છે


‘ખોટા’ ને પણ અમે સંબોધીએ છીએ ‘ખરો બાકી તું’ એમ કહીને

ખોટાને પણ સાચવી લેવાનો આ ગુજરાતી ભાષાનો વ્યવહારિક પ્રયાસ છે


‘ફરી મળીશું’ એમ બોલીને છે ‘છુટ્ટા’ પડવાની છે પ્રથા અમારી

ગુજરાતની મહેમાનગતિની, દુનિયાભરમાં સુવાસ છે


‘તારું તો ભલું થાય’ એવું બોલાતું હોય છે ગુસ્સો ઠાલવવા ગુજરાતીમાં

ગુસ્સામાં પણ સામેવાળાનું થાય ભલું એવી દિલેરી માટે ગુજરાતીને શાબાસ છે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics