આંધળી દોટ
આંધળી દોટ
સફળતાના આકાશને આંબવાની લ્હાયમાં
ધરતી પરનું મારું સઘળું છૂટી ગયું
કિનારે સાથે ચાલવા વાળાતો, હજારો મળ્યા
પણ મધદરિયે સાથ દેનારા સ્વજનો છૂટી ગયા
જીત નું જશ્ન મનાવવા વાળા તો સેંકડો મળ્યા
પણ હારમાં જેના ખભે આંસુ સારી શકાય
એવા મિત્રો છૂટી ગયા
મારું પ્રવચન સાંભળવાલાખોની જન સંખ્યા મળી
પણ હૈયાની વાત જેને કહી શકાય
એવા બાળસખા છૂટી ગયા
સાથે ચાલનારા તો કરોડો મળ્યા
પણ ચાલતા ચાલતા પડી જવાય તો
હાથ પકડી ઊભા કરનાર
મારા પોતાના છૂટી ગયા
મારા સ્મિતમાં સાથ આપનારા હજારો મળ્યા
પણ રડતી આંખોમાં સ્મિત લાવી દે
એવા સ્નેહીજનો છૂટી ગયા
હું તો સાવ નારિયેળ જેવો
ઉપરથી સખત અંદરથી મુલાયમ
મારા આ સ્વભાવનેઓળખી શકે
એવા મારા સ્વજનો છૂટી ગયા
મારી પ્રશંસા કરનારા લાખો ચાહકો મળ્યા,
પણ મારી એક ભૂલ માટે ધૂળ કાઢી નાખતા
મારા અલ્લડ મિત્રો છૂટી ગયા
સફળતાનો આ કેવો નશો છે !
આ કેવી!આંધળી દોટ છે!
મૃગજળને જળ માની લેવાની આ હોડ છે
મારું પોતાપણું મારાથી છૂટી ગયું.
