STORYMIRROR

Purvi sunil Patel

Classics Inspirational

4  

Purvi sunil Patel

Classics Inspirational

મા

મા

1 min
302

વાત્સલ્યની મૂર્તિ બની વહાલ તું વરસાવતી,

કરૂણાની દાત્રી બની આશ્રય સૌને અપાવતી.


સહનશીલતાની મૂર્તિ તું ઢાલ બની બચાવતી,

અન્નપૂર્ણાની દેવી તું મધુર ભોજન પકાવતી.


મમતાની મૂરત બની સ્નેહથી સૌને જમાડતી,

કુશળ ગૃહિણી તું  ઘરની ધરોહર સંભાળતી.


સ્ત્રી છે તું બબ્બે કુટુંબને લાગણીથી જોડતી,

અભિનેત્રી તું સુખ-દુ:ખમાં સમ સદા રહેતી.


બાળનાં રક્ષણ કાજે પ્રભુને હરપળ પ્રાર્થતી,

મા, શું કહું તને ! તું તો વહાલની સરિતા છો !

તારાં પગલે હું પણ કિરદાર બધાં નિભાવતી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics