અન્નદાતાના ઉપકાર
અન્નદાતાના ઉપકાર
અન્નદાતાના અગણિત ઉપકાર,
એને રાખીશું હરદમ યાદ.
કડકડતી ટાઢમાં પાણીડાં વાળતાં,
કદી ના હારતાં કદી ના થાકતાં.
બળતા બપોરમાં પરસેવો પાડતાં,
ખેતર ખેડતાં ખાતર નાખતાં.
વરસતા વરસાદમાં વાવણી કરતાં,
બીજ રૂડા વાવી મબલક પકવતાં.
કાળ દુકાળે પણ ધીરજ રાખતાં,
થઈ નિરાશને ભાગ્ય ના કોષતાં.
અન્ન ઊગાડતાં જગતને પોષતાં,
પશુ પંખીના ભાગ પણ કાઢતાં.
સાદુ જીવન ને ઈશ શ્રદ્ધા રાખતાં,
પહેલા તે પાકને એે મંદિરે ધરતાં.
ખળેથી માગણ સૌ ખુશ થઈ જાતાં,
આંગણે આવેલાંના પેટ એ ઠારતાં.
અનોખા અન્નદાતા છે ખેડૂત આપણા,
એના ઉપકારો ભૂલીએ તો વામણાં.
