STORYMIRROR

PADHARIYA DINESHKUMAR

Classics Inspirational

4  

PADHARIYA DINESHKUMAR

Classics Inspirational

નારી તું નારાયણી

નારી તું નારાયણી

1 min
392

નવ નવ સ્વરૂપ તારા, તું જ તારો આધાર

નારી વિના શકય નથી, આ પૃથ્વીનો ભાગ

અબળા નહિં સબળા બની નારી આજ

પોતાના આપ બળે, આગળ વધતી નારી

અનેક શિખરો સર કરે,મહેનતની બલિહારી

નારી તું નારાયણી તું જ તારણહાર


નારી કયાંક માતા સ્વરૂપ, કયાંક પત્ની સ્વરૂપ

કયાંક વીરાની બેન,તો કયાંક દાદી સ્વરૂપ

અલગ અલગ સ્વરૂપે,ઓળખાતી આજની નારી

દરેક સ્થાને સંઘર્ષ કરતી,જીતતી બાજી સારી

પુરુષ સમોવડી બની, આજ ઉભી છે નારી

નારી તું નારાયણી તું જ તારણહાર


નારી વિના શકય નથી, આ સૃષ્ટિની રચનાં સારી

નર,નારી ભેગાં મળીને, ગૂથી સંસાર ની જાળી

એટલે જ આજ પૂજાતી, વિવિધ સ્વરૂપે નારી

આમ ભવ પાર ઉતરવા,આગળ આવી નારી

પુરુષ સમોવડી બની, હાથમાં હાથ મિલાવી

નારી તું નારાયણી તું જ તારણહાર


Rate this content
Log in

Similar gujarati poem from Classics