ખેતર
ખેતર
ઘેરા વાદળોમાંથી સૂરજ બહાર નીકળે છે,
ખેડૂતના પાકને સૂરજ બહુ ગમે છે.
નમતા સૂરજનો સંધ્યાકાળ આવે છે,
ખેડૂતના બળદો આમ તેમ ભમે છે.
પ્રકાશ પાક ઉપર લહેર લહેર કરે છે,
કપાસમાં પંદડા અચાનક સ્વયં રમે છે.
સવારના ઝરમરિયા ઝાકળ બિંદુ પડે છે,
છોડ બધા અલક-મલક ધરતી પર નમે છે.
સંધ્યા સમયે મંદિરે ડંકો વાગે છે,
ઘરે આવી ખેડૂત નિરાંતે જમે છે.
લીલોછમ પાક આકાશમાં વાદળ હોય છે,
સાંજ પડે બળદો ગાડાનો ભાર ખમે છે.
મહેનત કરીને ખેડૂત ખેતર ખેડે છે,
રોજ રોજ બળદો સોટીઓ સમે છે.
સૂરજના કિરણો સવારે પાકમાં આવે છે,
સંધ્યા સમયે સૂરજ રોજ રોજ નમે છે.
