STORYMIRROR

PARUL GALATHIYA

Classics Inspirational

4  

PARUL GALATHIYA

Classics Inspirational

ફાસ્ટ ફૂડ ખાવું દવાખાને જાવું

ફાસ્ટ ફૂડ ખાવું દવાખાને જાવું

1 min
441

દાબેલી પાણીપૂરી વડાપાઉં બર્ગર ને પીઝા,

ખાઈએ તો વિદેશમાં જવા માટે ન મળે વિઝા.


ફાસ્ટ ફૂડ ખોરાકનો ઉપયોગ વધતો એનો સિમાર,

અપોસ્ટિક ખોરાક કરે શરીરને રોજ બીમાર.


દવાખાનાના ખાટલા પર મળે દવા ને બાટલા,

એના કરતા ખાવા સારા ઘરના શાક ને રોટલા.


રોજ સવારે ખાઈએ ઘરની તાજી ભાજી,

તો તબિયત રહે એકદમ સાજી માજી.


બર્ગર દાબેલી જોવાથી મોંઢામાં આવે પાણી,

પછી સાંભળવી પડે ડોકટરની સલાહને વાણી.


અચરું કચરું પેટમાં જઈને કરે રમત,

પછી ઇન્જેકશન કરે શરીર સાથે ગમ્મત.


રોજ રોજ તમારે બહારનું ફાસ્ટ ફૂડ ખાવું,

વળી પાછું શરીર બતાવવા દવાખાને જાવું.


Rate this content
Log in

Similar gujarati poem from Classics