ભેદરેખા
ભેદરેખા
એક જીવે મોજમાં ને એક જીવે રાંકડું.
ભેદ એના શેં ઉકેલું ? રાજ એનું ફાંકડું.
એક મોટરમાં ફરે છે, એક છે મજદૂર ભઇ,
વ્યર્થ ક્ષણ એની ગુમાવે, દિલ રહે ત્યાં સાંકડું.
એક ઠંડકમાં બિરાજે, એક શેકે જાતને,
તાપમાં તપતાં રહે છે, જેમ સળગે લાકડું.
એક દોડે રૂપિયા પાછળ, નથી દિલમાં નિરાંત,
શ્વાસ લેવાનો સમય ના, નાચતો થઇ માંકડું.
ઝેર ઓકે એ જગતમાં, ઝેર સમ એ જિંદગી,
ખંજવાળે જાત જાણે લાગતો એ આંકડું.
એક કચરાની સમી જીવે અલગ રહી જિંદગી,
વૈભવી રાહે જતાવે,જેમ ચાલે ચાકડું.
એક જન્મ્યો જાતનો સોદો કરી લઇ જાતનો,
એક વૈભવમાં વિતાવે,હોય જીવન વાંકડું.