મા
મા
સમગ્ર બ્રહ્માંડમાં વસતી, ઈશ્વરની તું પ્રતિકૃતિ, મા,
પારણીયે પોઢાડતી, હાલરડા તું સંભળાવતી મા.
ધોળા ધાવણના ઝરણા નિત્ય તું વહેવડાવતી મા,
ખખડતી ડેલીને હંમેશ મારી વાટ તું નિરખતી મા.
પ્રસ્વેદબિંદુ મારા લલાટના, પાલવડે તું લૂછતી મા,
હૈયાના હેતે મને અમૃત કોર, તું ભરાવતી મા.
આંખ્યુથી હેતની અષાઢી હેલી, તુ વરસાવતી મા,
લખું તારા વિશે તો, મારી કલમે તું હરખાતી મા.
આવે બીમારી કેવીય, ડોક્ટરને પણ તું પડકારતી મા,
સઘળી અલા, બલા દૂર કરે, નજર તું ઉતારતી મા.
થાય તારાથી પણ બધું જ, વિશ્વાસ તું અપાવતી મા,
કદી ન પાછળ હટજે, મારો આધારસ્તંભ તું બનતી મા.
કેમ છો, તો સૌ પૂછ્યું, ખરો ખયાલ તો તું જ રાખતી મા,
બધા રંગ ફિકા છે, બસ, તારો પ્રેમ જ કસુંબલ રંગ મા.
