વાલમના વાયદા
વાલમના વાયદા
વાલમ તમારા પગલે ચાલીશ હું,
તમે સફળતાનું પુષ્પ ઉગાડજો.
વાલમ તમારા નામની મેંહદી મૂકીશ હું,
તમારા જીવનમાં થોડી જગ્યા કરી આપજો.
વાલમ પામવા તમને બે કુળને જીવનમાં તારીશ હું,
તમે સંસારમાં વિશ્વાસનું મોજું ઉછાળજો.
તમારી સાથે રહેવા વિવાહના ચોરા ફરીશ હું,
તમે જીવનનાં ફેરામાંથી મને મુક્ત બનાવજો.
વાલમ સ્વામીપણાનુ સિંદુર પૂરીશ હું,
તમે પત્ની કેરો પ્રેમ વરસાવજો.
વાલમ વિવાહકેરા સાત વચનનું પાલન કરીશ હું,
તમે સાતેય જન્મ મને પામજો.
મેળવવા તમને લોહીનો સંબંધ મેલીને આવીશ હું,
તમે પત્ની કેરા સંબંધનું સન્માન સાચવજો.
વાલમ તમારી માટે શૃંગાર સજીશ હું,
તમે મારા થકી મારા બનીને રહેજો.
