દર્દીનું દર્દ કોરોના
દર્દીનું દર્દ કોરોના
પૂરો નાના બાળકની જેવો હું જિદ્દી થઈને,
આવ્યો ધરતી પર હું એક એવી શક્તિ લઈને.
અધર્મ અને કાળાખજારના પૈસા ખાઈને,
ગાયોનું પ્લાસ્ટિક પહેરવું પડ્યું પોતે જઈને.
યુગે યુગે પ્રગટ થયો હું કોરોના થઈને,
જેવું કરો તેવું પામો એવું વરદાન કઈને.
પેટ્રોલનો ધુમાડો કર્યો,પેટમાં કર્યું કચરુ,
રાક્ષસના વધે આવ્યા પ્રભુ અવતાર લઈને.
માસ્ક બાંધ્યું અને હાથે સેનેટાઈઝર કરીને,
દિવસો રોજના પસાર કર્યા ઉકાળા પી 'ને.
દવાખાના ભર્યા દર્દીના,ઓછા પડ્યા ખાટલા,
ઓક્સિજન ઘટ્યું,જીવ ગયો વેન્ટિલેટર પર રઈને.
વિકટ પરિસ્થિતિ ઊભી થઈ કોરોના કાળમાં,
ડૉક્ટરોએ મદદ કરી પોતાનો ભોગ દઈને.
ડૉકટરોએ દર્દી માટે, મુક્યો જીવ જોખમમાં,
કામ કર્યું લગન સાથે દર્દીનું દર્દ થઈને.
