Manisha Mehta(ધરા)

Classics Inspirational

4  

Manisha Mehta(ધરા)

Classics Inspirational

પાંચીકા

પાંચીકા

1 min
331


એ રાખે જીવ સરીખા પાંચ પાંચીકા

રૂમાલની ગાંઠે, કરિયાવરની પેટીમાં


એ પેટી તો છે પિયર આખું ને

રૂમાલે બાંધ્યું બાળપણ

ખોલે કદીક એપેટી અને

એ રૂમાલની ગાંઠ


પછી ભીની આંખે પકડી લેતી પાંચીકા

જાણે સ્પર્શી લીધાં

પાંચીકાથી પાનેતર સુધીના સાથી


પહેલે પાંચીકે યાદ આવતી રંજન,

બીજે વિભૂ, ત્રીજે પાંચીકે સોનુની સુરત

ચોથામાં સાંભરે પૂનમ પાંચમો પાંચીકો

સહેજ ઉછાળી ને ઝીલી લીધો


ને એમ પાંચમા પાંચીકામાં જાતને ઝીલી લીધી !

પડવા ન દેવાયઝીલવી જ પડે

પડે એની હારજીતવું જરૂરી

આ બધી સહિયરો પણ ઝીલી જ લેતી


હશે સ્વયંને : ને જીતતી હશે

નિત નવા જીવનના ખેલ !


Rate this content
Log in