Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manisha Mehta(ધરા)

Classics Children

4  

Manisha Mehta(ધરા)

Classics Children

શાંતિદૂત

શાંતિદૂત

1 min
342

“મમ્મા, બેનને લઈ જા ને"

હરપળ દોડવા માટે તૈયાર રહેતી મા

લોટવાળા હાથ ખંખેરી યુદ્ધસ્થળે જઇ પહોંચી

દ્રશ્ય જ કહાની કહેતું હતું :

ભાઈના લેસન પર આડા અવળા લીટા હતાં

ને બહેનની ફુવારા ચોટલી વેરવિખેર હતી

નુકસાન બન્ને તરફ હતું

છતાં હસી પડી માતાને એ મનહર દ્રશ્ય

મનની મેમરીમાં લોક કર્યું

માતાનાં બન્ને પડખે રોતલ ચહેરે બન્ને બાળ સમાઈ ગયાં

નિપૂણ વિષ્ટિકાર માતા સફેદ ઝંડા સાથે લઈને જ ફરતી:

બન્નેનાં ચહેરા લૂછયાં, ચૂમી લીધાં ને એક એક ચોકલેટ આપી

માતાએ પરત ફરતાં નજર જરા પાછળ ફેરવી,

ભઇલો બહેનને ચોકલેટનું રેપર ખોલી આપીને

બહેનની નાનકડી ચાંચમાં ચોકલેટ મૂકી રહ્યો હતો !

ખડખડાટ હાસ્યધ્વનિ સાથેનું

આ બીજું દ્રશ્ય પણ માતાએ હૃદયની મેમરીમાં લોક કર્યું

સંતોષ હૈયે ભરીને એ ચાલી ભૂલકાં માટે ફુલકાં બનાવવા

Rate this content
Log in

Similar gujarati poem from Classics