Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manisha Mehta

Classics

4  

Manisha Mehta

Classics

હા પસ્તાવો

હા પસ્તાવો

1 min
364

કંઇક અપરાધભાવ

અને કંઇક અફસોસ સાથે

હું મારા મોબાઈલને જોઈ રહું છું

આનાં જ લીધે ? હા,આજ

કોઈ મહામૂલા સમયે જ્ઞાનનો અને

વ્હાલનો દરિયો એવી મારી માતા 

મારી બાજુમાં આવી ને બેસી ગઈ હતી

એ બોલકી હતી છતાં

ત્યારે ચૂપચાપ બેસી

મને મોબાઈલમાં વ્યસ્ત જોઈ રહી હતી

મોબાઈલની વહેવારિક લાઈક-

સામે માની મીઠી નજરમાં લાઈક જ લાઈક

ગુલાબનાં ફોટાઓનું ફોર્મલ ફોરવર્ડિંગ-

સામે મઘમઘતો ગુલાબ બાગ

તેનાં સાંનિધ્યની લોક કરવા જેવી

એ ક્ષણો મેં ગુમાવી

કાચનાં કટકા માટે રત્નો ગુમાવ્યા

ક્યાં ગયો એ સમય ? સરકી ગયો

ક્યાં ગયો મોબાઈલ ? આ રહ્યો

ક્યાં ગઈ માતા ? એ જતી રહી

"આપ જેમનો સંપર્ક કરવા ઈચ્છો છો 

તે ઉપલબ્ધ નથી"

કેમ, કેમ મેં ત્યારે જ ?

બસ, હવે તો બસ આજથી જ...

"વડીલ ! કહોને, તમારો દિવસ કેવો રહ્યો ?"

Rate this content
Log in

Similar gujarati poem from Classics