ધ્યેય
ધ્યેય
ભાગ્ય સાથે ખંત હો, આગળ વધે છે માનવી,
લાગણી ને હેત હો, આગળ વધે છે માનવી,
બેસતો ના હાથ લમણે જે દઈને કોઈ દિ'
કાર્યથી પુલકિત હો, આગળ વધે છે માનવી,
હોંશથી વિકાસ કેરા પંથ પર મથતો રહે,
જ્ઞાન સહ સંતૃપ્ત હો, આગળ વધે છે માનવી,
દ્રઢ હો નિર્ધાર દિલમાં આંખમાં ઉમંગ હો,
હર્ષ ને ધીમંત હો, આગળ વધે છે માનવી,
ના નિરાશા દિલ ધરે છે, ના હતાશા હારથી,
હોય મક્કમ ચિત્ત હો, આગળ વધે છે માનવી,
આંખ જેની ધ્યેય પર હો, મેળવીને જંપતો,
ટોચ પર જગજીત હો, આગળ વધે છે માનવી,
ગુણ તણો ગ્રાહી બનીને, સર્વગુણ સંપન્ન થાય,
ને ગજબ ઉત્સાહ હો, આગળ વધે છે માનવી.
