જીવનસાથ નિભાવી
જીવનસાથ નિભાવી
ફેરા સપ્તપદીના, સાથ જીવનભર નિભાવી,
ભવોભવ ગઠબંધન, પ્યાર જીવનભર નિભાવી.
સંસાર મ્હેંક્યાં પિયુ, પાનેતર સંગ જન્મારો,
ભરોસો અન્યોનયથી, ઉરે સ્નેહભાવ નિભાવી.
નથી સારા સરળ, માર્ગે ભર્યાં અતિ કંટકો,
કિંતુ કરી દૂર સાથથી સૂરે જીવનરાગ નિભાવી.
ભલે કમી ઘણી એકમેકે, ભૂલી હિલ્લોળે પ્રેમ જો,
થઈ પૂરક હૈયે ભરાય ઊમંગ, જીવનપ્રાણ નિભાવી.
સુવાસ આ અંતિમ પડાવે ય મહોરતી દૈ પુષ્પગુચ્છો,
એકમેકમાં ભળી પ્રાણે ભરતી જીવન્તતેજ નિભાવી.
દિલઊર્મિ પ્રેમસંગ, બ્રહ્મનાદ માણી ભીતર શોભે,
અંતે ય ભરી ભાથું જન્મોનું, જીવનસાથ નિભાવી.

