STORYMIRROR

Narendra K Trivedi

Classics Others

4  

Narendra K Trivedi

Classics Others

અવધમાં તો ઉત્સવ, છે રુડો રામ જ

અવધમાં તો ઉત્સવ, છે રુડો રામ જ

1 min
237

અવધમાં તો ઉત્સવ, છે રુડો રામ જન્મનો 

વાગે શરણાઈ આજે, દશરથના દ્વારે  


સરયુતો છલકાઈ, પાણી રાજ દ્વારે જવા

પખાળીને પગ ધોવા, શિશુ રામના આજે


મોરલા ટહુકે આજે, કોયલ ટહુકે આજે

બાગમાં છે ગુંજાર શુ ! ભ્રમર ભ્રમરનો


હૈયે હૈયું દળાય છે, શેરી ચોંટા હક્કડેઠ્ઠ

વાતાવરણ સુગંધી, મહેક છે  અનેરી  


દિવસે ચંદ્ર દીઠો છે, સૂર્યની હોડમાં લાગે

થયું છે બ્રહ્માડ ભેગું, સપનું એવું લાગે


ધન્ય ધન્ય થાયે સૌ તો, ચંદન તિલક કરી

રામ પારણે ઝૂલે છે, દોરીને સૌ ખેંચતા


ધેલું અવધ આજે છે, રામ દર્શન કાજે તો

ઝલક એક પામીને, સુખ સિન્ધુ લાગે છે


Rate this content
Log in

Similar gujarati poem from Classics