STORYMIRROR

Aniruddhsinh Zala

Classics

4  

Aniruddhsinh Zala

Classics

પૂજાય બહુચરા

પૂજાય બહુચરા

1 min
329

ચુંવાળ ચોકની દેવી બહુચર, પરચા પુરે અપાર 

બહુચરાજી તમ બેસણાં, ચુંવાળમાં કરતાં સદાય રાજ 


નારીમાંથી નર કરીયો, તેજમાલ કુંવર કરે રાજ 

કુકડા બોલાવ્યાં પેટમાં, બાદશાહ પણ નમ્યો બહુચરાને 


મુસ્લિમ બાદશાહે પણ માન્યું, મા બહુચર કેરું બહુચરાજી રાજ,

અખંડ જ્યોત આ ઝળહળે, વખડે તારાં પરચા અપાર 


કિન્નર કરે નીત વંદના, તાળીઓનો થાય સદા ગડગડાટ 

શક્તિપીઠની શોભા અનેરી, મૂર્તિમા સોહે દયાળુ બહુચરા માત 


કુંડ ભર્યો અમૃત કેરો, સ્નાન કરે સહુ પવન થઈ જાય.

અખંડ ધૂન મા ગુંજતી, કૂકડો કરે નીત ભાવથી પોકાર


ભીડ ભાગતી ભક્તો કેરી, સોલંકીની કુળદેવી માત 

'રાજ' નમું હું ઘણાં ભાવથી, કરજો રક્ષા સદા બહુચર માત 


Rate this content
Log in

Similar gujarati poem from Classics