Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mansi Desai

Classics Children

4  

Mansi Desai

Classics Children

ઊનાળો

ઊનાળો

1 min
275

ઉનાળાની રાત છે,

ધાબાં પરની વાત છે.

મુક્યું માથું ઓશીકાં ઉપર ને,

માથે તારાઓની છાબ છે.

ચંદ્રમાની લાઈટ છે,

તારાઓનો ટમ-ટમાટ છે.

વાય મીઠો વાયરો,

જાણે પવનમાં પણ મોજાં દરિયાઇ છે.

ઓઢી ચાદર તારાઓની,

ડૂબકી પવનમાં જાતે જ લેવાય છે,

કરી આંખો બંધ ને જાણે,

સપનાની વહાણ છે.

દૂર જાય આ તો દરિયામાં ફરતી-ફરતી,

સૂર્ય ઊગે ને,આંખ ખૂલે,

ફરે પાછી વહાણને,

ખબર પડે કે, આ તો ઉનાળાની ગરમ વાત છે.

Rate this content
Log in

Similar gujarati poem from Classics