STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Classics

4  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Classics

અંતરમન

અંતરમન

1 min
332

એકાગ્ર થયેલ ચિત્ત; ચેતનાતીત,

વૃત્તિ જાગૃત થઈ સળવળે શિવોહમ્,


ઈંગળા પિંગળા સુષુમ્ણા થઈ વહે,

અંતરમન ચેતન થઈ કહે શિવોહમ્,


નાદ નિનાદ થાય નિર્વિવાદ,

પ્રકૃતિ કિલકિલાટ કહે શિવોહમ્,


મન ઉજાસ અંતર સરવાણી છૂટે,

કણે કણેમા પ્રકાશ દેખે શિવોહમ્,


ભવ બંધન બાધા દૂર હટે,

જગ વ્યાધી છૂટે રહે શિવોહમ્,


અંતરમન જાગે કાલિમા ભાગે,

જીવન ઉજાસ કહે શિવોહમ્,


ડમરું ભીતરે વાગે નાદ ગુંજે,

"રાહી" વધે ફક્ત નિર્વાણ નાદ શિવોહમ્.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics