Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Classics Fantasy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Classics Fantasy

એવું પણ બને

એવું પણ બને

1 min
255


હોય હૈયે વ્યથા ના ખડકલા

તોયે ચહેરાં પર સુંદર સ્મિત મળે

ક્યારેક એવું પણ બને !


હોય વસંત પુર બહારમાં,

તોયે બાગની આંખમાં અશ્રુ મળે

ક્યારેક એવું પણ બને !


બારે મેઘ ખાંગા થાય,

તોય ચાતક તરસ્યો રહી જાય

ક્યારેક એવું પણ બને !


હૈયે વાતો ઘણી છે

તોય હોઠે સિવ્યું મૌન છે

ક્યારેક એવું પણ બને !


હું તને ચાહું મારી જાત કરતા વધારે

પણ શબ્દોમાં ઈઝહાર ના કરું

ક્યારેક એવું પણ બને !


Rate this content
Log in

Similar gujarati poem from Classics