STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Classics Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Classics Inspirational

બાકી રહી ગયું

બાકી રહી ગયું

1 min
312

પૈસાની પાછળ આંધળી દોટમાં,

જીવન માણવાનું બાકી રહી ગયું.


દુનિયાની ઝાકઝમાળમાં ડૂબી,

ખુદને મળવાનું બાકી રહી ગયું.


સતત વહેતી હતી, માં બાપના શરણોમાં પુણ્યની ગંગા,

એમાં ડૂબકી લગાવવાનું બાકી રહી ગયું.


મારા જીવનનું ચિત્ર દોરવા, કોરું કેનવાસ આપ્યું ઈશ્વરે,

પણ એમાં રંગ પૂરવાનું બાકી રહી ગયું.


કાતર જેવી વાણીથી, થયાં સંબંધોના કટકે કટકા,

બસ માફીની સોયથી સાધવાનું બાકી રહી ગયું.


પળ પળ મરતા રહ્યા, સારા જીવન માટે,

અંતે મળેલું જીવવાનું બાકી રહી ગયું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics