STORYMIRROR

ચૈતન્ય જોષી

Classics

4  

ચૈતન્ય જોષી

Classics

ભીંજાવા દે

ભીંજાવા દે

1 min
381

છત્રી રેઈનકોટને મૂક એકકોર, અનરાધારે મને ભીંજાવા દે,

માંડ કરીને આવ્યો મેહુલિયો, મોજમજા વર્ષાની માણવા દે,


જોને આ વૃક્ષો કેવાં ન્હાય છે વર્ષા પછી પણ જે વરસતાં, 

કોઈ એકલદોકલ વૃક્ષ છાયે એની વ્યથા તું મને કહેવા દે,


કેવા હરખે ઓલ્યા કૃષિકારો અષાઢી બીજ એને ફળતાંને,

કિસાનભાર્યા મૂકે આંધણ લાપશીના એને તું મોજ કરવા દે,


કિલકારી કરતાં શિશુ પણ કેવાં હોડી કાગળની જે તરાવે, 

વહ્યાં સલિલ મારગ મધ્યે એને મન મૂકીને આજે વહેવા દે,


આભે અંધારું ઘનઘોર ઘટાટોપ વીજળી ઘરની રિસાતી, 

પૂછે ભામિની કંથને શું રાત્રે જમશો એ એને જાણવા દે,


હરખઘેલો કામણગારો કંથ પણ ચોમાસામાં વરસતોને,

કર માનુનિ ભજીયાં મરચાં વર્ષારાણીને તું વધાવવા દે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics