STORYMIRROR

Shaurya Parmar

Classics Inspirational

4  

Shaurya Parmar

Classics Inspirational

નહીં

નહીં

1 min
582




રડવું આવે તોય,

રડવાનું નહીં,


કોઈ ધક્કો મારે તોય,

પડવાનું નહીં,


કોઈ વખાણ કરે તોય,

ચડવાનું નહીં,


કોઈ નડે ભલે તોય,

નડવાનું નહીં,


સળગતું હોય ત્યાં,

અડવાનું નહીં,


સુખી જોઈ કોઈને,

બળવાનું નહીં,


ખોટી સંગતમાં,

ભળવાનું નહીં,


કાચું કાચું કદી,

ઘડવાનું નહીં,


મૂરખાઓને,

મળવાનું નહીં.


Rate this content
Log in

Similar gujarati poem from Classics