STORYMIRROR

Rohit Kapadia

Classics Inspirational

1.8  

Rohit Kapadia

Classics Inspirational

ગમ્યું નહીં

ગમ્યું નહીં

1 min
842


જીવવા માટે અહીં લાખો પ્રલોભનો છે, પણ

મનને ખોટું મનાવવાનું મને ગમ્યું નહીં.


એક પળમાં દોસ્તો છેતરી જાય છે, પણ

દોસ્તીમાં દગો કરવાનું મને ગમ્યું નહીં.


જાણી લીધું કે પ્રહાર કરનારા કોણ છે, પણ

સ્વજનોનું નામ લેવાનું મને ગમ્યું નહીં.


હરેક ડગલે એમાં ઠોકરો જ મળી છે, પણ

રસ્તો નિતીનો છોડવાનું મને ગમ્યું નહીં.


માત્ર ત્રણ શબ્દમાં એ કહી શકાય, પણ

પ્રેમને શબ્દોમાં બાંધવાનું મને ગમ્યું નહીં.


આમ તો ઈશ્ચરને દાતાર કહેવાય છે, પણ

મંદિરમાં જઈને માગવાનું મને ગમ્યું નહીં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics