શાને
શાને


વિધાતાએ લખ્યાં જ્યારે,
નહીં સાર્યા હતાં આંસુ,
ભલા એ દુ:ખ સહેવામાં,
હવે શાને રૂદન કરવાં.
કરી મૃત્યુ પ્રથમ નક્કી,
લખી એણે જીવનગાથા,
એ નિશ્ચિતતા વિષે જીવતાં,
હવે શાને મનન કરવાં.
રડયો જ્યારે જન્મ ટાણે,
હસી લીધું આ દુનિયાએ,
ઘવાયેલ લાગણીઓનાં,
હવે શાને જતન કરવાં.
ઘણી ખાવાં છતાં ઠોકર,
કદી ના શિર ઝૂકાવ્યું,
ભીતરના ભગવાનને ભૂલી
પત્થરને શાને નમન કરવાં.