STORYMIRROR

Rohit Kapadia

Inspirational

4  

Rohit Kapadia

Inspirational

ઈશ્વર

ઈશ્વર

1 min
322

 તારી સાથે વાત કરવાની પણ મઝા

હું બોલ્યા કરૂ ને તું સાભળ્યાં જ કરે, 

હું ફરિયાદ કરું ને તું ખામોશ જ રહે, 

કોઈ જ પ્રતિસાદ નહીં, જવાબ નહીં, 

ને તો યે મનમાં હળવાશ અનુભવાય, 


તારી સાથે ચૂપ રહેવાની પણ મઝા

હું ખામોશ થઈ તને નીરખ્યા જ કરું, 

તું અનિમેષ નજરે મને જોયા જ કરે, 

આપણી વચ્ચે કોઈ જ સંવાદ નહીં, 

ને તો યે ઘણું બધું કહેવાય જાય, 


તારી સાથે ઝઘડવાની પણ મઝા

હું તારા અન્યાય સામે બંડ પોકારૂ, 

હું તારી અકળ લીલાથી ત્રાસી જાઉં, 

પણ તને તો કંઈ ફરક જ ન પડે, 

ને તો યે ખાલી થયાંની ખુશી મળે, 


તારી પ્રાર્થના કરવાની પણ મઝા

હું તારાં ગુણોના ગીત ગાયાં કરૂ, 

મારાં અવગુણોને યાદ કર્યા કરૂ, 

પણ તું ન ખુશ થાય ન નારાજ થાય, 

ને તો યે તું મને ખૂબ ગમી જાય, 


તારી પૂજા કરવાની પણ મઝા

તને દૂધે નવડાવું, તને કેસર ચઢાવું, 

તને ફૂલોથી સજાવું ને આંગી રચાવું, 

પણ તું તો સાવ નિર્લેપ, સાવ નિર્મોહી, 

ને તો યે અર્પણ કર્યાંનો આનંદ થાય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational