Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Rohit Kapadia

Others

4  

Rohit Kapadia

Others

રહ્યો ‌‌

રહ્યો ‌‌

1 min
230


જીવવાને જીવંતતાથી તેં આપી'તી જિંદગી,

પ્રશ્નો ઉકેલવામાં જ ઉલઝાયેલો રહ્યો,


કેડી અનોખી કંડારવા તેં આપી'તી જિંદગી,

લપસણી રાહોમાં જ અટવાયેલો રહ્યો,


સ્વની ઓળખ પામવા તેં આપી'તી જિંદગી,

મોહ-માયાની જાળમાં જ લપટાયેલો રહ્યો,


ખુલ્લી આંખે જીવવા તેં આપી'તી જિંદગી,

ફિઝુલ સ્વપ્નાઓમાં જ ભરમાયેલો રહ્યો,


મૃત્યુનો મર્મ જાણવાં તેં આપી'તી જિંદગી,

મૃત્યુની કલ્પનાથી જ ગભરાયેલો રહ્યો,


ખુદને ખુદા બનાવવા તેં આપી'તી જિંદગી,

ખુદને ઓળખવામાં જ ગૂંચવાયેલો રહ્યો.


Rate this content
Log in