Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rohit Kapadia

Inspirational

4  

Rohit Kapadia

Inspirational

તો જ

તો જ

1 min
242


તમે સાવ ખાલી થઈ શકો

તો જ નવેસરથી ભરાઈ શકો.


તમે સાવ નિર્વિકાર થઈ શકો

તો જ શૂન્યતાને માણી શકો,


તમે સાવ જ હળવા થઈ શકો

તો જ ગગનમાં ઊંચે ઊડી શકો,


તમે બધું જ મનથી ભૂલી શકો

તો જ વર્તમાનને માણી શકો,


તમે લખેલું બધું જ ભૂસી શકો

તો જ નવા અક્ષરો માંડી શકો,


તમે બેજિજક બધું છોડી શકો

તો જ પરમ તત્વને પામી શકો,


તમે પરાયી વેદનાને વાંચી શકો

તો જ અદ્રશ્યને નિહાળી શકો,


તમે મૌનની ભાષા સમજી શકો

તો જ અંતરનાદ સાંભળી શકો,


તમે ઈચ્છાઓથી મુક્ત થઈ શકો

તો જ મોક્ષ માર્ગને સાધી શકો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational