વેલેન્ટાઈન ડે
વેલેન્ટાઈન ડે


પતિએ પત્નીને બોલાવીને કહ્યું
"સાંભળ,આજે 'વેલેન્ટાઈન ડે' છે,
આપણે એકમેકથી ઝઘડશું નહીં.
એકમેકથી નારાજ થઈશું નહીં.
એકમેકને ઉતારી પાડીશું નહીં.
એકમેકની લાગણી દૂભવશું નહીં.
એકમેકનો કોઈ વાંક કાઢીશું નહીં.
કોઈ વાતમાં મતભેદ કરીશું નહીં.
કોઈ વાતમાં મનભેદ કરીશું નહીં.
આજે આપણે માત્ર પ્રેમ કરીશું.
ચાલ, તારે જે માંગવું હોય તે માંગ. "
કંઈક ધીમા અવાજે પત્નીએ કહ્યું
" મારી જિંદગીનાં હર એક દિવસને
'વેલેન્ટાઈન ડે 'માં બદલાવી દો ને"
મારે બીજું કંઈ પણ નથી જોઈતું".
હવા પ્રેમ પરિમલથી મહેંકી ઊઠી.